લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ફરીથી પોલીસની ટાંચ આવી છે?’

‘ના રે ના. હવે દકુભાઈના ઘરમાં રહ્યું છે શું તે ટાંચ લાવનારા ખાટી જાય!’

‘તો પછી કાંઈ બીજી મૂંઝવણ આવી પડી છે?’

‘મૂંઝવણ તો માણસ માતરને આવે, પણ દકુભાઈને ક૨મે કાંઈક વધારે—’

‘શું? શું? ઝટ બોલી નાખો, મુનીમજી!’

‘વરરાજા માથે વિપદ—’

‘વિપદ? વ૨ાજા માથે?’ કપૂરશેઠનો શ્વાસ જાણે થંભી ગયોઃ ‘કેમ કરતાં?’

‘કેમ કરતાં, તે એને કરમે. બીજું શું?’ હવે મુનીમ ઠંડે કલેજે બોલતો હતો:

‘વિપદ કાંઈ વણનોતરી થોડી આવે?’

‘કાંઈ રજાકજા થઈ છે?’

‘થોડીઘણી નહીં, સારી પટ–’

‘હેં? કોણે કરી?’

‘ગઈ સાલ જેણે કરી’તી એણે જ—’

‘કોણે? ગામના આહીરોએ?’

‘બીજું કોણ કરે?’

સાંભળીને કપૂરશેઠ શરમાઈ ગયા. ધીમે અવાજે પછ્યું: ‘પણ એ વાત તો ઠામૂકી ઢંકાઈ ગઈ’તી ને?’

‘સૂરજ ઊગ્યો એ પછી છાબડે થોડો ઢંકાવાનો હતો?’ મુનીમે મર્મવાક્ય ઉચ્ચાર્યું, ‘બાલુ તો બત્રીસને બદલે તેત્રીસલક્ષણો પાક્યો—’

‘અરેરે!’ મારી દીકરીનાં નસીબ—’

‘ફૂટી ગયાં એમ સમજો. આજ સવારે જાન જૂતવાની હતી, ને કાલે આગલી જ રાતે ઈશ્વરિયાના આહીરોએ બાલુને લાકડીએ

૪૩૮
વેળા વેળાની છાંયડી