પોતાના વરનાં વખાણ તો કરતી જ. એમાં વળી લગનનો દિવસ નજીક આવતાં તો એ બાલુની પ્રશસ્તિ કરતાં થાકતી જ નહીં. વિચક્ષણ શારદા પણ આ પ્રશસ્તિમાં સૂર પુરાવતી અને બેવકૂફ જસીને એવો ખ્યાલ આપતી કે તારો વર ચંપાના વર કરતાં તો ક્યાંય વધારે હોશિયાર છે. વધારે શ્રીમંત છે, વધારે સુશીલ છે.
અને આખરે જ્યારે મનસુખલાલ સાથે બે મહેમાનો આવ્યા, ત્યારે પરભુલાલ શેઠને જોઈને ચંપાનાં માબાપ કરતાંય વધારે આશ્ચર્ય તો જસીએ જ અનુભવેલું. નરોત્તમને જોઈને જસીને તો રીતસર આઘાત જ લાગેલો. કપૂ૨શેઠ અને સંતોકબાએ આરંભિક આશ્ચર્ય પછી, કીલાએ ગોઠવેલા આ ‘કારસ્તાન’ને એક સ૨સ મશ્કરી તરીકે ઉમળકાભેર આવકારી લીધેલું, ત્યારે જસીને તો એના આઘાતની કેમેય કરીને કળ વળી શકેલી નહીં. કેમ કે, એ જાણતી હતી કે બાલુ કરતાં નરોત્તમ બધી જ બાબતમાં ચડિયાતો છે.
અને જ્યારે એણે જોયું કે એક વેળા જેનું વાગ્દાન રદ્દ થયેલું એ હવે નવા લેબાસમાં આવેલા નરોત્તમ સાથે ફરીથી ચંપાનો વિવાહ કરવા માબાપ ઇંતેજાર છે, ત્યારે તો જસીની ઈર્ષ્યાની અવધ આવી રહી. મોટી બેનના નસીબમાંથી ખરી પડેલો આવો મજાનો વર ફરી પાછો મળશે એ જાણીને લગ્નોન્મુખ જસીનો આનંદોત્સાહ ઓસરી ગયો.
પોતાની સાથે આવેલ પરભુલાલ શેઠ બીજો કોઈ નહીં પણ નરોત્તમ જ છે, એવી જાણ થતાં મનસુખભાઈ શ૨માઈ ગયા. એમણે નરોત્તમની માફી માગી, અને કીલાને પ્રેમાળ ઠપકો આપ્યો.
‘કીલાભાઈ, તમે તો કમાલ ક૨ી! મને અટાણ લગી સાવ અંધારામાં જ રાખ્યો!’
‘હું પોતે જ આજ સુધી અંધારામાં હતો, પછી તમને શી રીતે અજવાળું ક૨ી શકું?’
‘હવે રાખો, રાખો! બહુ થઈ રોનક! ભલા માણસ, આવી આકરી