૪૫
પાદરમાંથી જ બાલુની જાનને પાછી વળાવી દીધા પછી કપૂરશેઠ
સમક્ષ અત્યંત કપરો પ્રશ્ન ઊભો થયો: હવે શું કરવું ?
‘લીધેલાં લગન ખડી ગયાં !’
‘બાંધેલો માંડવો વીંખવો પડશે !’
‘અપશુકન ! અપશુકન !’
ડોસી શાસ્ત્રની દમદાટીઓથી કપૂરશેઠ ડરી ગયા.
‘ગ્રહશાંતિ કર્યા પછી કોઈનાં લગ્ન જ ન થાય તો ઘરમાં અશાંતિ થઈ જાય.’
દાપાં-દક્ષિણા સિવાય બીજા કશામાં રસ નહીં ધરાવનાર ગોર મહારાજ તો અનેક જાતની કપોલકલ્પિત ડરામણીઓ દેખાડવા લાગ્યા.
‘આ તો પાતક કહેવાય ! મહાપાતક !’
કપૂરશેઠે કહ્યું: ‘એ તમા૨ા મહાપાતક કરતાંય એક વધારે મોટા પાતકમાંથી ઊગરી ગયો છું, એટલો ભગવાનનો પાડ માનીએ ! મારી જસીની જિંદગી ધૂળધાણી થાતી રહી ગઈ, એટલા આપણે નસીબદાર, એમ સમજો ને !’
પણ દાપા-દક્ષિણા ગુમાવી બેઠેલા ગોર મહારાજ એમ સહેલાઈથી શાના સમજી જાય ? એમણે તો થોકબંધ શાસ્ત્રવચનો ટાંકવા માંડ્યાં. આ ઘર ઉ૫ર અનેક આપત્તિઓ આવી પડશે, એવી આગાહી કરી, છતાં કપૂરશેઠ ગભરાયા નહીં.
પણ જ્યારે ભુદેવે ધમકી આપી કે લગ્નમાં આવી પડેલા વિઘ્નને પરિણામે તમારા ઉપ૨ નવેનવ ગ્રહ કોપી ઊઠશે, ત્યારે