લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૪૬

ઘોડાગાડીના ઘૂઘરા
 


જસી માટે બંધાયેલા લગ્નમંડપમાં તે રાતે જ, ઓતમચંદ, બટુક ને લાડકોરની હાજરીમાં ચંપા અને નરોત્તમનાં લગ્ન પતી ગયાં.

મેંગણીના દરબારને જાણ થઈ કે ઓતમચંદ શેઠ ગામમાં આવ્યા છે, ને એભલ આહીરને ઘે૨ એનો ઉતારો છે, ત્યારે દ૨બા૨ જાતે એભલના વાડે જઈ ચડેલા. ગુપ્તવેશે રહેલા આ અતિથિને મીઠો ઠપકો પણ આપેલો. પછી તો દરબારે ગોરા સાહેબના શિરસ્તેદા૨ કીલાભાઈને પણ ઓળખી કાઢ્યો, તેથી તો પોતે ખડે પગે ખાતરબરદાસ્તમાં અને લગ્નવિધિમાં હાજર રહ્યા અને નરોત્તમને ધામધૂમથી ૫૨ણાવ્યો.

લગ્નવિધિ દરમિયાન કીલો વારંવા૨ મનસુખલાલને કહ્યા કરતો હતો:

‘મનસુખભાઈ, તમે તો ભારે કરી અમારા ઉ૫૨!’

‘મેં કે તમે?’

‘તમે, આ જુવો ને, અમે અહીં આવ્યા આંટો મારવા, ને તમે તો પરભુલાલને પરણાવી પણ દીધો!’

‘ભલા માણસ, હવે તો એનું સાચું નામ નરોત્તમ કહીને બોલો! કે હજીય ૫૨ભુલાલને નામે હાંક્યે રાખશો?’

‘એનું સાચું નામ નરોત્તમ પણ નથી–’

‘નરોત્તમ પણ નહીં? ત્યારે શું વળી?’

‘મોટો!’ કીલાએ કહ્યું, ‘મેં એને પહેલેથી જ મોટો કહીને બોલાવ્યો છે, એટલે હવે નરોત્તમ જેવું અઘરું નામ જીભે નહીં ચડે! તમારે

ઘોડાગાડીના ઘૂઘરા
૪૫૭