લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ભૂલી ગયા આપણી પોતાની વાત ?’

પત્નીએ આપેલી ભૂતકાળની એક યાદથી ખુદ ઓતમચંદ પણ મધુર લજ્જા અનુભવી રહ્યો. પછી એણે હસતાં હસતાં પૂછ્યું:

‘તે હવે તને ઝટપટ દેરાણી લાવવાની ઉતાવળ આવી છે, એમ કે ?’

‘હા, મારે દેરાણી લાવવાની ઉતાવળ છે,' લાડકોરે કબૂલ કર્યું. ‘ને એ પણ ચંપા સિવાય બીજી કોઈ દેરાણી મારે ન જોઈએ —’

‘ચંપામાં તારું મન એટલું બધું મોહ્યું છે ?’

‘મારું નહીં, તમારા નાનકડા ભાઈનું.’

‘નાનકડો ભાઈ પરણશે તો પછી દેરાણી-જેઠાણી વચ્ચે રોજ કજિયા નહીં થાય ?’

‘ભલે થાય, પણ મને હવે આવડા મોટા ઘ૨માં દેરાણી વગરગમતું નથી.’

‘તને કે નરોત્તમને ?’

‘અમને બેયને.’

બીજે દિવસે સાંજ સુધીમાં ઘણાખરા મહેમાનો વાઘણિયામાંથી વિદાય થઈ ગયા. માત્ર કપૂ૨શેઠનાં કુટુંબને ઓતમચંદે આગ્રહ કરીને રોક્યું — કહો કે કપૂરશેઠ પોતે જ ઇચ્છાપૂર્વક રોકાઈ ગયા.

ઓતમચંદ પેઢીમાં એક મોટા તકિયાને અઢેલીને બેઠો હતો. ઘ૨આંગણે મોટો પ્રસંગ ઊકલી ગયો એ બદલ એ નિરાંત અનુભવતો હતો. માત્ર, ખરે ટાણે દકુભાઈએ રૂસણાં લઈને રંગ બગાડી નાખ્યો એનો થોડો વસવસો થતો હતો.

ત્રણ-ત્રણ દિવસ સુધી ઉત્સવને કારણે બંધ રહેલી દુકાન આજે પહેલી જ વાર ઊઘડી હતી એ કારણે ધમાલ જરા વધારે દેખાતી હતી. હેલકારો જે ટપાલ આપી ગયો એમાં પણ પત્રોની સંખ્યા રોજના કરતાં ઘણી વધારે હતી. જોકે, એમાંય ઘણા કાગળ તો ઓતમચંદે લખેલી વાસ્તુપૂજનની કંકોત્રીઓના ઔપચારિક ઉત્તરોના

કરો કંકુના
૫૧