દઉં… બટુક તો એકમાંથી એકવીસ થાય ને એની આડીવાડી વધે ભગવાન એને ઝાઝી આવરદા આપે…’
પણ આમ બાજી હાથમાંથી જવા દે તો તો સમરથ શાની ? તુરત એણે લાડકોરના શસ્ત્રનો પૂરેપૂરો પ્રતિકાર કરી શકે એવું શસ્ત્ર પતિ ૫૨ અજમાવ્યું:
‘ઉંબરા બારણે પગ મેલો તો તમને તમારા સગા દીકરા બાલુના સમ છે !’
ઉંબરો ઓળંગી રહેલા દકુભાઈનો એક પગ ઉંબરામાં જ અટકી ગયો. સિંહણ જેવી સમરથે શસ્ત્ર તો અકસીર યોજ્યું હતું. એની અસ૨ તળે મેંઢા જેવો દકુભાઈ દબાઈ ગયો. એણે ઓસરીમાં નજર કરી તો જુવાનજોધ બાલુ આરસા સામે ઊભો ઊભો વાળ ઓળી રહ્યો હતો.
દકુભાઈની સ્થિતિ વિષમ થઈ પડી. એક તરફ બહેન ઊભી હતી, બીજી તરફ પત્ની ઊભી હતી. એક તરફથી ભાણેજના સોગન દેવાયા હતા, બીજી તરફથી સગા દીકરાની આણ આપવામાં આવી હતી. એક બાજુ માની જણી બહેનની પ્રેમાળ આંખોમાં યાચના હતી: ‘આવો મારે આંગણે આવો,’ બીજી બાજુ કુપિત પત્નીની આગઝરતી આંખોમાંથી આદેશ વંચાતો હતો: ‘ખબરદાર, ઉંબરાની બહાર પગ મૂક્યો છે તો !’ એક ત૨ફ લોહીની સગાઈનું ખેંચાણ હતું, બીજી તરફ પ્રેમસગાઈનું આકર્ષણ હતું.
આવી કપ૨ી દ્વિધામાંથી મુક્ત થઈને સ્વતંત્રપણે નિર્ણય કરવાનું કામ દકુભાઈના ગજા બહારનું હતું. પારકે મોટે પાણી પીનારો એ ૫૨મતિલો અને પરવશ પતિ ઘરના ઉંબરામાં જ ઢીલોઢફ થઈને બેસી ગયો. લાડકોરને એણે સાવ ઢીલે ને વીલે અવાજે સંભળાવી દીધું:
‘બેન મારી, તું તારે ઘે૨ જા. આ અભાગિયા ભાઈના ઓરતા હવે છોડી દે. આપણી વચ્ચે હવે લેણાદેણી પૂરી થઈ ગઈ લાગે છે… મનમાં જરાય ઓછું આણજે મા… તારી આંતરડી દુભાવીને