લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ લાડકોર તો ડેલીને ઉંબરે પહોંચી ગઈ હતી.

દકુભાઈએ બૂમ પાડી: ‘બેન, મારું સાંભળ તો ખરી !…’

પણ શેરીમાં પહોંચી ગયેલી લાડકોર કશું સાંભળવા જ નહોતી માંગતી.

સમરથે ક૨ડાકીભર્યા અવાજે પતિને સંભળાવ્યું:

‘બેન બેન કરતાં હવે મૂંગા બેસો ને ! જાણે બેનના ભાઈ ના જોયા હોય !’

પત્નીની આજ્ઞાને શિરસાવંદ્ય ગણીને દયામણો દકુભાઈ સાચે જ મૂંગો બેસી ગયેલો !

મનમાં સમસમી રહેલી લાડકોરે ઘેર આવીને પતિને કહેલું: ‘આજથી મારો દકુભાઈ મરી ગયો છે એમ જ જાણજો.’

‘કેમ ભલા ?’ એમ ઓતમચંદે પૂછેલું ત્યારે આંખમાંથી દડદડ આંસુ પાડતાં લાડકોરે કહેલું:

‘આજથી છતે ભાઈએ હું નભાઈ થઈ એમ ગણજો… આજથી મારે માવતરના ઘરની દશ્ય દેવાઈ ગઈ એમ સમજજો… મારી પિયરવાટ બંધ…’

ઓતમચંદ કશું બોલી શકેલો નહીં પણ મનમાં તો એણે પણ અપાર વેદના અનુભવેલી.

આ અણધારી આપત્તિથી વ્યથિત બનેલાં દંપતીએ મોઢા ઉપર મુસ્કરાહટ રાખીને નરોત્તમનો વેવિશાળવિધિ પતાવેલો. આખા પ્રસંગ દરમિયાન ઓતમચંદને હોઠે તો એક જ વાક્ય હતું: ‘જેવી હરિની ઇચ્છા…’

પોતે મેડી ચણાવી ને વાસ્તુવિધિ કર્યો એમાં ઓતમચંદને હરિની ઇચ્છા જણાઈ હતી. નરોત્તમ અને ચંપાનો વાગ્દાનવિધિ થયો એમાં

પંછી બન બોલે
૬૧