લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેડીમાં, પણ એનું મનપંખી તો કલ્પનાની પાંખે ઊડતું ઊડતું એક સુમધુર સ્વપ્નભોમમાં પહોંચી ગયું હતું… પોતે નરોત્તમને વ૨માળા પહેરાવતી હતી… આજુબાજુ સુવાસણો મંગળ ગીતો ગાતી હતી… વ૨ઘોડિયાં વાજતેગાજતે વાઘણિયાના પાદરમાં પહોંચ્યાં હતાં… સૂરીલી શરણાઈ વડે સામૈયાં થતાં હતાં… ‘હરિનિવાસ’ની મેડીને આંગણે વરકન્યા પોંખાતાં હતાં… ચંપા પોતાની વત્સલ જેઠાણી લાડકોરને પગે પડતી હતી… જીવતાં રહો… સો વરસનાં થાવ… આડીવાડી વધારો…’ એવાં આશીર્વચનો વડીલો તરફથી ઉચ્ચારાતાં હતાં… મોડી રાતે નવવધૂ મેડી પરના શયનગૃહમાં ગઈ…

અર્ધ-સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નના સોમરસ વડે મત્ત બનેલી ચંપાને સ્વપ્નભંગ કરાવતું ડૂસકું સંભળાયું. એ ઝબકીને જાગી ઊઠી. જોયું તો નજીકમાં સૂતેલી જસી હીબકાં ભરતી હતી.

સાચાં સપનાં
૭૫