લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમદુખિયા જીવ ઓતમચંદની આપત્તિ અંગે સહાનુકંપા પણ વ્યક્ત કરતા હતા:

‘આ તો તડકા-છાયા છે. આવે ને જાય, કદીક સાત ભાતની સુખડી તો કદીક સૂકો રોટલો. એનો હ૨ખ પણ ન હોય ને અફસોસ પણ ન હોય. સમતા એ સાચું સુખ સમજવું.’

‘ભાઈ, પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય છે. નસીબમાં હશે, તો હતું એના કરતાંય કાલ સવારે સવાયું થઈ જશે.’


૯૦
વેળા વેળાની છાંયડી