લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૧

હું તો વાત કહું સાચી
 

‘ઓતમચંદ એ જ લાગનો હતો… હાથે કરીને હેરાન થયો.’

વાઘણિયેથી પાછા ફર્યા બાદ કપૂરશેઠના પ્રત્યાઘાતો આવું વલણ પકડી રહ્યા હતા.

‘આગળપાછળનો જરાય વિચાર કર્યો નહીં ને હાથે કરીને પાયમાલ થયો.’

‘કેટલોય સમજાવ્યો કે જમાનો બારીક આવતો જાય છે. ખાધાંજોગું થોડુંક સગેવગે કરી દિયો, પણ છેવટની ઘડી લગી સમજ્યો નહીંં ને અંતે સંધુંય ખોઈ બેઠો.’

પિતાના શ્રીમુખેથી વારંવાર ઉચ્ચાર પામતા આવા આઘાત-પ્રત્યાઘાતો ચંપા મૂંગી મૂંગી સાંભળ્યા કરતી હતી.

‘એમાં આપણે શું કરીએ ? આપણે તો સગાં સમજીને એને રસ્તો દેખાડવા ગયા. પણ ઓતમચંદને તો પોતાની પાછળના શું ખાશે એની પડી જ નહોતી. એને તો પોતાનું નાક રાખવું હતું ને !’

‘ઓતમચંદ તો સતવાદી થાવા ગયો ! એને તો આ કળજુગમાં રાજા હરિશ્ચંદ્ર થાવું છે ! તો ભલે થાતો હરિશ્ચંદ્રથી સવાયો ! ને ભલે સગા દીકરાને અને નાના ભાઈને શકોરું લઈને ભીખ માગવી પડે !’

કપૂરશેઠ દાઝે બળ્યા આવાં વાક્યો ઉચ્ચારતા હતા અને ચંપાને એના શબ્દે શબ્દે અંતરદાહ ઊઠતો હતો. પોતાના સસરાપક્ષ ૫૨ શી આસમાન સલતાની વીતી ગઈ એનો ચંપાને હજી પૂરેપૂરો ખ્યાલ આવી શક્યો નહોતો. કપૂરશેઠે ક્રોધાવેશમાં ઉચ્ચારેલી છૂટીછવાયી વક્રોક્તિઓ ૫૨થી એ એટલું જાણી શકી હતી કે ઓતમચંદે

હું તો વાત કહું સાચી
૯૧