પૃષ્ઠ:Venina Ful.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦

આવે, વાદળીના ઉદ્‌ભવ વિષે ભૌતિક વાસ્તવિકતા પણ આવે. આવે બધું, પણ સાદાં સરલ, લોકભોગ્ય વેણમાં લાવી શકાય તો જ અર્થ સરે. [પાનું ૪૯ : રંગ વાદળી]

૫. તદ્દન નવા જ ઢાળ : લોકગીતોના ઢાળ એટલા બધા મૌલિક અને બહુરંગી છે કે સતત પ્રીતિથી એનો સમાગમ સેવનાર થોડોક પ્રયત્ન કરીને સ્હેજે પોતાના અંતરમાં પણ નવા નવા ઢાળો ને નવા તાલો ગૂંજતા અનુભવે છે. ‘મારી બાલુડી બ્હેન’, ‘સાગરમાં વસનાર’, ‘દાદાજીના દેશમાં’, ‘રાતો રંગ’, ‘કાળુડો રંગ’ વગેરે ગીતોના ઢાળો એ રીતે નવીન છે. એ રીતે આપણે ઢાળોમાં પણ નવીનતા લાવી શકીએ. આપણી મૂડી એટલે અંશે વૃદ્ધિ પામે છે.

૬. ચારણી સાહિત્ય પણ લોક સાહિત્ય છે. એના રંગો આપણે નીતારે લેવા જોઇએ. એ સાહિત્યમાં વીર, કરૂણ, વગેરે રસોની શાબ્દિક જમાવટ વણસમજ્યે પણ આપણને થડકાવી નાખે છે. એનું મુખ્ય અંગ નાદવૈભવ-નાદપ્રભાવ છે નાના ભાઇબ્હેનોને પણ શ્રુતિ-વૈભવ જ પ્રથમ સ્પર્શે છે. માટે આપણે શું કરવું રહ્યું? એમ ને એમ તો ચારણી છંદો નહિ હજમ થાય. એનું શબ્દ ગુંથણ જટિલ છે. એટલે આપણે એ રચનાની શૈલીને સાદા શબ્દોથી ને સરલ ભાવથી વાપરતા થઇ જઇએ એ યત્ન મેં ‘ચારણ કન્યા’ના ગીતમાં કરેલો છે [પાનું ૪૫]

૭. વિષયોની ચુંટણીમાં પણ મેં આ દૃષ્ટિ રાખેલી છે. પસંદ કરવાં લોક–જીવનના જ દૃશ્યો કે વિષયો. ભાષામાં બન્ને પક્ષનો મેળ કરવો : અને ભાવ–કલ્પના નવનવાં