પૃષ્ઠ:Venina Ful.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

પૂરવા પ્રયત્ન કરવો. ‘વીરડો’, ‘વીંઝણો’, ‘ગામડાંના વિસામા’, ‘બ્હેન હિન્દવાણી’ વગેરે એની સાક્ષી પૂરશે. ‘વીંઝણો’ ગીતમાં અસલી રળીયામણા લોક–વીંઝણા પરથી એનાં સ્વરૂપો નવે દૃષ્ટિએ મેં આકાશ, દરિયો, મોરકળા, આંબો વગેરેમાં કલ્પી લીધેલ છે. અને એ જાતની કલ્પનાની અખંડતા જૂનાં લોકગીતોમાં સામાન્ય રીતે તૂટી ગયેલી દેખાય છે તે જાળવીને સાંગોપાંગ ઉતારવાના આપણા નવા પ્રયત્નોની જરૂર લોકદૃષ્ટિમાં પણ આદરને પાત્ર થવાના.

આટલું કહ્યા પછી પણ એક વાત ઉભી રહે છે. કોઈ પણ ગીત રચાયા પછી તૂર્ત જ લોકગીત નથી બની જતું. ખરી રીતે તો એ એની રચનાની શરૂઆત જ સમજવી. અને અનેક લોકો પોતાની રસનાની સરાણ પર ચડાવી ખાડા ખડિયા કાઢી નાખે, વારંવાર પોતાના કંઠનો રંદો મારે પ્રત્યેક પંક્તિ લીસી કરી કાઢે, અનેક રસિકો એના ઉર્મિ–પ્રવાહમાં પડીને પોતાના તરફથી પણ અક્કેક કડી ઉમરેતા જાય, બંધ બેસતા શબ્દો ન હોય તેને ફેરવતા જાય, એમ છેવટે ઘણાં વર્ષો પછી જ એનો અંતિમ ઘાટ નક્કી થાય : એ લોકગીતોની રચનાનો નિયમ છે. સાચું લોકગીત કોઇ એક જ કવિની માલિકીનું નહિ પણ જન સમસ્તનું ઉત્પન્ન કરેલ ધન છે. આ સંગ્રહનાં ગીતોમાં પણ જો લોકગીતોનું કોઇ ચિરંજીવ તત્ત્વ હશે તો તેનું છેલ્લું સ્વરૂપ કૈંક વર્ષો પછી જ નક્કી થશે. અને એ જો લોકગીત જ નહિ હોય તો પુસ્તકમાં જ પડ્યું રહેશે.

અત્યારે તો આ સંગ્રહ પ્રગટ કરવાનો મારો અધિકાર આટલો જ છે : કે ભાવનગર મહિલા વિદ્યાલય, રાજકોટ રાષ્ટ્રીય શાળા, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને ભાવનગર