લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નીંદરભરી


નીંદરભરી રે ગુલાલે ભરી
⁠બેની બાની આંખડી નીંદર ભરી રે !

નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
⁠અંકાશી હિંચકાની હોડી કરી – બેનીબાની૦

દોરી તાણીને વીર મારે હલેસાં,
⁠હાલાં વાયાં ને હોડી વેગે ચડી – બેનીબાની૦

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
⁠કેસરીયા દૂધના કટોરા ધરી – બેનીબાની૦

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,
⁠કળીઓ નીતારીને કચોળી ભરી – બેનીબાની૦

સીંચ્યાં એ તેલ મારી બેનીને માથડે
⁠નાવણ દેતી રે ચાર દરિયાપરી – બેનીબાની૦

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા,
⁠બેસીને બેન જાય મુસાફરી – બેનીબાની૦

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
⁠સુરજ ઉગ્યો ને બેન આવ્યાં ફરી – બેનીબાની૦