લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૬




લાલ લાલ જોગી


લાલ લાલ જોગી ભભૂત ⁠ લાલ જોગી રે !
ભભૂત ભરેલી એની આંખ ⁠ લાલ જોગી રે !
પીંગળી જટા વિશાલ ભાલ ⁠ લાલ જોગી રે !
લાલ ચાંદલો ને ગાલ લાલ ⁠ લાલ જોગી રે !
મંદ મંદ મંદ એની ચાલ ⁠ લાલ જોગી રે !
ચાંખડી ચડન્ત ચરણ લાલ ⁠ લાલ જોગી રે !
હાથમાં ત્રિશૂલ ગળે માલ ⁠ લાલ જોગી રે !
અહાલેક ! બોલ હોઠ લાલ ⁠ લાલ જોગી રે !
ખંજરી બજે મિલાવે તાલ ⁠ લાલ જોગી રે !
જીભ પાતળી પ્રવાલ લાલ ⁠ લાલ જોગી રે !
ઘડીમાં વિરાટ ઘડી બાલ ⁠ લાલ જોગી રે !
મહાદેવ કે મુકુન્દ લાલ ⁠ લાલ જોગી રે !
દેવ નહિ, મુકુન્દ નહિ, ન બાલ⁠લાલ જોગી રે !
ઉતર્યા અઘોર ઘોર કાલ ⁠ લાલ જોગી રે !

🙖