લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૮


સમી સાંજે દાદાને દેશ પહોંચશું,
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું !

હાં રે બેની ! હાલો એ પરીઓના દેશમાં – હાં રે૦


ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનશું બેભાન

થવા દાખલ દાદાજીના દેશમાં !


હાં રે સખી ! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં – હાં રે૦