પૃષ્ઠ:Venina Ful.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
વાદળમાં વસનાર


પેલાં વાદળમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ ! માડી મને રમવા બોલાવે


આઘાં ઉભાં કરે વાતડી
અમે રમત જ રમતાં !
વ્હાણું વાયે વે’લાં નીસર્યાં !
ને રાતે પાછાં વળતાં.

સોનાના ખેલ સવારમાં
ખેલ્યાં સૂરજ સંગે
રાતે રમાડશે ચંદ્રમા
રૂડે રૂપેરી રંગે.

શી રીતે આવું એ દેશમાં
મને કોણ ત્યાં તેડે ?
આવજે દોસ્ત તું એકલો
તારી વાડીને શેઢે.