આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાનાં શાં ગામડાંના નાના વિસામા
ચોરો ને બીજો ચબૂતરો જી રે
ચોરે પૂછાય મારા બાપુનાં બેસણાં
ચબૂતરે પોપટડા જી રે !
ચોરે ડોલે છે રાજદરબારી ડાયરા
ચબૂતરે પંખીડલાં જી રે !
ચોરે પરભૂનાં ગીત ગાતા પટેલીયા
ચબૂતરે પારેવડાં જી રે !
ચોરે સાધૂડલાંને દેતાં સદાવ્રત
ચબૂતરે ચણ્ય નીરતાં જી રે !