આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉઘડે ઉઘડે ને બીડાય તારલા,
ઉઘડે જાણે મા–જાયાન નેન રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
🙖