પૃષ્ઠ:Venina Ful.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.રાતો રંગ


હાં રે મને રૂડો છે
ભાભી કેરે ભાલે એ ટીલડીનો રાતૂડો રંગ,
હાં રે બીજો રૂડો
વીરાની શૌર્યઘેરી બે આંખડીનો રાતૂડો રંગ.

હાં રે એક રૂડો છે
માવડીને મીઠે સેંથે ભરેલ રાતૂડો રંગ,
હાં રે બીજો રૂડો
બાલૂડી બ્હેન ! તારે હોઠે ઝરંત રાતૂડો રંગ.

હાં રે એક રૂડો
શુરવીરના જખમનાં શોણિત તણો રાતૂડો રંગ,
હાં રે બીજો રૂડો
પરદેશ જતા પિયુજીની પ્રીત તણો રાતૂડો રંગ.