પૃષ્ઠ:Venina Ful.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૬



હાં રે એક રૂડો
વરલાડી ! તારી સોહાગણ ચૂડલીનો રાતૂડો રંગ,
હાં રે બીજો રૂડો
વનની ચણોંઠડીનો હિંગોળ ભર્યો રાતૂડો રંગ.

હાં રે એક રૂડો
સહીયર તણી હથેળીમાં મેંદડીનો રાતૂડો રંગ.
હાં રે બીજો રૂડો
સંધ્યાને હૃદય સળગી રહેતો મધુર રાતૂડો રંગ.

હાં રે એક રૂડો
કન્યાને હાથ રમતી કંકાવટીનો રાતૂડો રંગ,
હાં રે બીજો રૂડો
બજરંગની ધજાનો ગગને ઉડન્ત રાતૂડો રંગ.

હાં રે મને રૂડો
પરભૂજીનો સૃજેલો સંસારે સર્વ રાતૂડો રંગ,
હાં રે એક કૂડો
ક્રોધાળ માનવીનો કો’ જીભ તણો રાતૂડો રંગ !