લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩


માવડી વાદળને હીંડોળે
કે રાત દિ’ હીંચકતાં રે લોલ.

હીંચકે લટકે લાખ લાખ મોતી
કે લેઇ લેઇ પરોવતાં રે લોલ.

માવડી ! શીદ માંડ્યો છે હાર
કે પહેરતલ ક્યાં જઈ વસે રે લોલ ?

માવડીનો પૂતર એક પરદેશે
કે પૂણ્યની પોઠ્યું હાંકે રે લોલ.

આવશે પૂતર એક દિ’ ઘેરે
કે માવડી વાટ્યો જુવે રે લોલ.

માવડી તારલાનો કરી હાર
કે પુત્રને પ્‍હેરાવશે રે લોલ

મોતીડાં લાખ લાખ જૂગ જાતાં રે
કે ઝાંખાં નહિ પડે રે લોલ !


🙖