પૃષ્ઠ:Venina Ful.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
 


વાટડી જોઈ જોઈ દિનડા ન ખૂટે
કે એણે ઉદ્યમ લીધા રે લોલ.

કંથને સંભારી સંભારી
કે હીરનાં ભરત ભર્યાં રે લોલ.

આભની ઓસરીમાં પાથરિયાં
કે આણલાં અતિ ઘણાં રે લોલ.

[૧]ભરિયલ સાત રખ્યની સમશેરૂં
કે સાયબો કેડ્યે લેશે રે લોલ.

[૨]ભરિયલ ધ્રુવ તારાની ઢાલું
કે અવચળ ઘાવ ઝીલે રે લોલ.

[૩]ભરિયલ વીંછીડાની વાઘું
કે ઘોડલે ચડાવશું રે લોલ.


  1. સાતરખ્ય (સપ્તર્ષિ)નું નક્ષત્ર તલવારના આકારનું દેખાય છે.
  2. ૨ ધ્રુવતારો અવિચળ હોવાથી ઢાલનો ભાવ ઉઠે છે
  3. વીંછીડાનું નક્ષત્ર ઘોડાની વાઘ (લગામ) જેવું દેખાય છે.