પૃષ્ઠ:Venina Ful.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૮


[૧]ભરિયલ આભગંગાનાં તોરણ
કે ટોડલે ઝૂલાવશું રે લોલ.

[૨]ભરિયલ ચાંદાનો વીંઝણલો
કે પિયુજીને વાહર વા’વા રે લોલ.

[૩]ભરિયલ હરણ્યોની ચોપાટ્યું
કે માંડશું રમતડી રે લોલ.


🙖

  1. આકાશ–ગંગા આભને એક છેડેથી બીજે છેડે લંબાયલી દેખાય છે, તેથી તોરણ સમી કલ્પી છે.
  2. ચંદ્ર વીંઝણા સમ ગોળાકાર દેખાય છે.
  3. હરણીનું નક્ષત્ર ચોપાટ જેવું ચોખંડું હોય છે. વચ્ચે બીજાં ચાંદરડાં સોગઠાં સરીખાં ભાસે છે