પૃષ્ઠ:Venina Ful.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૮

પીંજર પેસી વીંઝણલો કોણ વાય !
મેનાજી ! તારો પિયુડો પોપટ રાણો વાય,
વીંઝણલામાં પીંછલિયાળી ભાત.

ગોખે બેસી વીંઝણલો કોણ વાય !
નણદલબાનો વીર વાલોજી મારો વાય,
વીંઝણલામાં રામ સીતાજીની ભાત.