આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
કાંઠે બેસીને વીણે કોડીઓ,
હાં રે વીણે શંખલા બે ચાર
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં.
દરિયો ભેંકાર ભુરો ગાજતો રે,
હસે સાગરે જુવાળ;
હાલાં ગાતી રે જાણે માવડી,
હાં રે નાનાં બાલુડાંને કાન
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં.
ઓચીંતા આભ ચડ્યા વાયરા રે,
ગડ્યાં કાળનાં નિશાન;
ડૂબ્યા મરજીવા મોતી વીણતા,
હાં રે ડૂબ્યા વાણીડાનાં વ્હાણ
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં
મોતી માયાના મોટા લોભીયા રે,
મહીં પડી ખુવે પ્રાણ;
નાનાં નિરલોભી ઉભાં કાંઠડે
હાં રે કરે ગાન ગુલતાન
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં
🙖