પૃષ્ઠ:Venina Ful.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬૬


બ્હેન હિન્દવાણી

[ઢાળ - લાવો લાવો રે બહાદુરખાં મીંયાં હિન્દવાણી]


🙖


આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !
મેં તો આવતાં તુંને જાણી બ્હેન હિન્દવાણી !
તારે અંતરે ઉજાસ
તારે મોઢડે મીઠાશ
તારા શબ્દમાં સુવાસ
તને ઓળખી એ એંધાણે બ્હેન હિન્દવાણી !
—આવો૦

દખણ દેશની દીઠી રે બ્હેન હિન્દવાણી !
તારા કાળા ભમર કેશ
તારા પ્હાડી પુરૂષ-વેશ
તારો ડુંગરિયાળો દેશ