પૃષ્ઠ:Venina Ful.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬૮


જાણે કુંજની કોયલડી બ્હેન હિન્દવાણી !

ગોરી ગભરૂડી ગાવલડી બ્હેન હિન્દવાણી ! તારાં રૂપ તણાં અંબાર બ્હેન હિન્દવાણી ! એનો કોઇ નહિ રખવાળ બ્હેન હિન્દવાણી !

-આવો૦

આવો આવો રે પંજાબી બ્હેન હિન્દવાણી !

તારાં સિંહ સમાં સંતાન જેને મરવામાં છે માન ઝુલે કમરમાં કિરપાણ

ઘર્મવીરને ધવરાવતી બ્હેન હિન્દવાણી ! ગીત ગુરૂનાં ગવરાવતી બ્હેન હિન્દવાણી ! તારા ઘુંઘટ પટ ખોલ બ્હેન હિન્દવાણી ! ઘોર શૌર્ય શબદ બોલ બ્હેન હિન્દવાણી !

-આવો૦

દ્રાવિડ દેશની આવો રે બ્હેન હિન્દવાણી !

તારા માથડા કેરી વેણ જાણે નાગની માંડે ફેણ તારાં હીરલે જડ્યાં નેણ મુખે ખટમધુરાં વેણ