લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯


તારે દેવ-દેરાં નવ માય બ્હેન હિન્દવાણી !
તારી તોય લાજું લૂંટાય બ્હેન હિન્દવાણી !
તારે સાગરે બાંધી પાજ બ્હેન હિન્દવાણી !
રોળ્યાં રાવણ કેરાં રાજ બ્હેન હિન્દવાણી !
સીતાવરની રાખ્યે લાજ બ્હેન હિન્દવાણી !
—આવો૦

આવો રણઘેલી રજપૂત બ્હેન હિન્દવાણી !

તારી ભોમ તપે રેતાળ
સંગે નીરભર્યો મેવાડ
ડુંગર દૈત સમા ભેંકાર
માથે ગઢ કોઠાની હાર
બોલે જૂગ જૂના ભણકાર

ધરમ ધેન ને સતી બ્હેન સાટ હિન્દવાણી !
તારા સાયબા સૂતા મૃત્યુ-વાટ હિન્દવાણી !
તારાં શીળ ચડ્યાં સળગન્ત કાષ્ટ હિન્દવાણી !
એની જશ-જ્યોતુંના ઝગમગાટ હિન્દવાણી !
સૂરજ ભાણ સમોવડ પૃથવી-પાટ હિન્દવાણી !
—આવો૦