આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તલવારનો વારસદાર
[ઢાળ–શેના લીધા મારા શ્યામ
અબોલડા આ શેના લીધા રે!]
🙖
ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
ભીંતે ઝુલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપૂને ! બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ:
[૧]હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ;
વીરાજી કેરી ભેટ્યે ઝુલેરે.
- ↑ * બધી કડીઓમાં બીજી ત્રીજી વાર આ રીતે ગવાશે તો રાસડો ચગાવી શકાશે.