પૃષ્ઠ:Veranman.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
વેરાનમાં
 


“સરકારના કાળા કિલ્લાની લશ્કરી જલ્લાદ ટુકડી માંહેનો હું સાર્જન્ટ હતો. મહાયુદ્ધનો એ મામલો હતો. પરદેશી જાસુસો પકડાતા એના ઉપર મુકર્દમો ચાલતો ને એને છેલ્લી સફર ખતમ કરાવવાનું કામ અમારું હતું. : મારે ભાગે નવ જાસુસો આવ્યા હતા."

“કેવો એ એક્કેકો જણ ! હજુ મારી આાંખો સામે રમે છે. એક જુવાને છેલ્લી પળે પોતાનાં માતાપિતાની છબીને ચૂમી ચોડી. બીજો છેલ્લાં કદમ ભરતો ભરતો 'આઘે આઘે મારા બાળપણનું ગામ’ નામે ગીત લલકારતો ગયો, ને બાપડો ત્રીજો એક તો તે દહાડે બે વાર મુઓ ! એક ખાનગી મોત, ને બીજું દફતરી મોત : પ્રથમ તો હું એના હાથ બાંધતો’તો ત્યારે જ એનું કલેજું ફાટી પડ્યું ને તે પછી થોડીક જ ઘડીએ આઠ રાઈફલોએ એના કલેજા ઉપર તડાતડી બોલાવી.

“સહુથી વધુ જીવતી યાદ મને એક વલંદા જાસુસની રહી ગઈ છે, ખરે, સજ્જન, ખરો જવાંમર્દ–વાહ શૂરવીર !"

“મૂળ હોલેન્ડ દેશની રૂશ્વત મેળવીને નીકળેલો. અમેરિકાનો પાસપોર્ટ કરીને અહીં ઉતર્યો. પકડાઈ ગયો. તપાસ થઈ તોહમત ચાલ્યું. ઠાર કરવાની સજા મળી."

“૧૯૧૫ ના ઓક્ટોબર માસની ૨૬ મી તારીખે અમે એને તુરંગમાં તેડવા ગયા. કોટડીમાં દાખલ થતાં જ એ ઊભો થયો. બેઠી દડીનું લઠ્ઠ બદન : તોપના ગોળા જેવું માથું : કાળી ભમ્મર