પૃષ્ઠ:Veranman.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવપ્રેમી સાહિત્યકાર
૯૯
 

ઝીણી દાઢી : મોટા વિદ્વાનનો આભાસ કરાવતાં ચશ્માંની આરપાર પડકાર દેતી બે ચોખ્ખી આાંખો; ને આખા જ ચહેરા ઉપર ચિંતન, ચોકસાઈ ચોખ્ખાઈનો માપબંધ દમામ.

“એને હાથકડી નાખીને અમે લઈ જવા લાગ્યા ત્યારે એણે પૂછ્યું. 'મારે કયાં જવાનું છે ?' "

“અમે કોઈ બોલ્યા નહિ.”

“ટેક્સીમાં બેઠો બેઠો એ દુનિયાને નિહાળતો હતો. એને ખબર નહોતી કે આ દ્રષ્ટિપાત આખરી હતો. ધીરે ધીરે કિલ્લો નજરે પડ્યો. મોં મલકાવીને એણે ઉચાર્યું : “ઓ–હો ! સમજ્યો ! આ તો ટુંકી કેડીની મજલ !”

“કિલ્લાની નાની કોટડીમાં એ જ પ્રભાતે એને એનું તોહમતનામું ને સજા વાંચી સંભળાવવામાં આવ્યાં : “કાલે સવારે તને ઠાર મારવામાં આવશે.”

“એક હરફ પણ બોલ્યા વગર એ નિયમસર શિર ઝુકાવીને વળી નીકળ્યો. એ છેલ્લા દિવસની છેલ્લી રાત એણે જે કોટડીમાં બેસીને વિતાવી તેની બારીને બંધ કરી લેવામાં આવી હતી. બહારથી સંત્રીની નજર પડી શકે તે ખાતર રાખવામાં આવેલ છ તસુના બાંકોરા સિવાય હવા ઉજાસને કોઈ રસ્તો નહોતો. ત્યાં એકાકી બેસીને એ આખો સમય પોતાનો સંપૂર્ણ એકરાર લખતો રહ્યો."

“પરોઢીએ એ નાની કોટડીમાં ધર્મગુરુએ પ્રવેશ કર્યો. પૂરી સાઠ મિનિટ સુધી એ બાંઠીઆ માનવીએ અદબ અને ચોકસાઈથી માલિકની જોડે પોતાનો હિસાબ ચોખ્ખો કર્યો.