પૃષ્ઠ:Veranman.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
 


જુયે મારા કાનમાં ગાજે છે—

“બંધવા, તારો જાન ન ચાલ્યો જાય ત્યાં સુધીને માટે તને ફાંસીને દોરડે લટકાવવામાં આવશે. પ્રભુ તારા આત્માને શાંતિ આપે !”

ફેંસલો આપનાર ન્યાયમૂર્તિના એ ઠંડાગાર શબ્દો હજુ પણ મારી આસપાસ ઘૂમી રહેલ છે. દિવસ અને રાત એ ભણકારા મારા માથાની અંદર બોલે છે. દિવસ અને રાત, સૂતાં ને જાગતાં, પળે પળે ને શ્વાસે શ્વાસે એ જ ધીમો, ગંભીર અવાજ– “તારો જાન ન જાય ત્યાંસુધી ગળે રસી નાંખીને તને લટકાવવાંમાં....'

હું છુટી ગયો છું. નિર્દોષ ઠર્યો છું, મોતની અંધારી ગલીમાંથી નીકળીને જીવનના અજવાળા વચ્ચે આવી ઊભો છું. છતાંય એ અવાજ મારા કાનમાં પછડાતો મટ્યો નથી.

*