પૃષ્ઠ:Veranman.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૦૫
 


બીજે દિવસે સવારે અદાલતમાં જઈ મારે જરૂરી વિધિઓ કરવી પડી. જીવનમાં અગાઉ કદી કોઈ પણ કોર્ટમાં મેં પગ મૂકેલો નહિ. એટલે અહીં મારા પગ ધ્રુજી ઊઠ્યા, મારી આંખે તમ્મર આવ્યાં.

કોર્ટમાં થયેલી આખી જ ક્રિયા મારી નજરે તો અર્થહીન હતી. મને એમાં કંઈ ગમ પડી શકે તે પહેલાં તો વોર્ડરે આવીને મારે ખભે હાથ મૂક્યો ને મને કોર્ટમાંથી બહાર લઈ ગયા. મને પોલીસે વધુ અટકાયતમાં રાખ્યો.

વળતે દહાડે પહેલી જ વાર મેં મારી પત્નીને દીઠી. મને એ મળવા આવી હતી. હસવાનો યત્ન કરતી એ મારી તરફ ચાલી આવતી હતી, પણ આખરે એનું કઠણપણું ન ટક્યું. બેસતાં બેસતાં એ રડી પડી.

*

“એાહ, વા’લા, વા’લા !” એ ડુસકાં ભરતી પૂછવા લાગી : “ પણ તમને શી બાબત પકડ્યા છે હેં ?”

મેં એને દિલાસો દેતાં કહ્યું : “તું કશી ચિંતા ન કર. આમાં કશીક ભૂલથાપ થઈ લાગે છે મને તો. નક્કી હું આવતે અઠવાડીએ તો ઘેર આવી ગયો હોઈશ.”

સાચેસાચ હું એમ જ માનતે હતો. એટલે સુધી કે મને ફરી રિમાન્ડમાં રાખી છેવટે મારા પર કામ ચલાવવા મોકલવામાં આવ્યો ત્યારે પણ હું બેફિકર હતો.

મારી આવી આત્મશ્રદ્ધાથી બળ મેળવીને મારી પત્ની પણ આશાવંત બની, ને એ બિચારી તો મારા ઘેર આવવાના અવસરની તૈયારી પણ કરવા લાગી.

*