પૃષ્ઠ:Veranman.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૦૭
 


એ મિત્રના મુકર્દમાનો છેલ્લો દિવસ હતો. અમે બેઉ હોજ પર હાથ ધોવામાં એકઠા થઈ ગયા. એણે મને કહ્યું:

“આ ખૂન મેં કર્યું છે કે નહિ તે વાતના ફક્ત બે જ સાક્ષીઓ છે.”

મેં પૂછ્યું “કોણ કોણ બે ?”

એણે કહ્યું: “એક મારો ઈશ્વર ને બીજો હું પોતે.”

વધુ એક શબ્દ પણ બોલ્યા વિના એ ફરીને ચાલી નીકળ્યો.

ફરીને કદી મેં એને દેખ્યો નહિ. તે જ દિવસે એને ફાંસી થઈ ગઈ.

બાકી રહ્યા અમે બે તોહમતદારો: બન્ને એકબીજાને કહેતા હતા. “હિંમત રાખ દોસ્ત ! કશું થવાનું નથી.”

પણ જેમ જેમ કામ ચાલતું ગયું તેમ તેમ મારી હિંમત ઓસરતી ગઈ. કોર્ટમાં રજુ થતાં એ જુઠ્ઠાણાંને છુંદી નાખવા માટે હાથની મુઠી બીડીને છલાંગ મારવા હું ઊંકળી ઊઠતો હતો. આ મનોવેદનાને ભારે મારી નાડીઓ તુટી પડતી હતી.

મુકરદમાના છેલ્લા દિવસ સુધી આ વેદના ચાલુ રહી. જ્યુરીને એક જ કલાકનો વખત લાગ્યો. પણ મને, મારા તકદીરનાં છાબડાં તોળાતાં હતાં તે વેળાએ, એ એક મિનિટ પણ પછી એક એક કલાક જેવી, નરકલોકના અકેક કલાક જેવી લાગી.

હું જપી ન શક્યો. વિચાર પણ કરી શક્યો નહોતો.