પૃષ્ઠ:Veranman.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
વેરાનમાં
 

આમ ને તેમ ટેલતો જ હતો. ગાંડો બની જઈશ એવું લાગ્યું. બીડી સળગાવી, પણ એ પીવાનું જ ભૂલી ગયો.

આખરે પાછા અંદર જવાનો વખત થયો, પાંચ મિનિટ પછી મારું નિર્માણ થવાનું. પાંચ જ મિનિટ પછી !

મને કંઈ સૂઝતું નહોતું. કઈ સંભળાતું નહોતું અચાનક એક નામ બોલાયું. મારું જ નામ !

*

મારું નામ કોણે પૂકાર્યું? મેં નજર કરી. મેં એક કાળા ઝભાવાળા અને ઝુલતી કાળી કાનટોપી પહેરેલ માણસને જોયો. એ માણસ મારું નામ લઈને જુરીને કંઈક કહેતો હતો.

એ એકજ શબ્દ બેલ્યો–Guilty–ગુનેગાર –અને તુરત જ મેં બાકીની બિના સમજી લીધી. મોતની સજા ફરમાવવા પહેલાં એ કાળા ઝભાવાળો ન્યાયાધીશ માથા પર કાળી ટોપી ચડાવે તે પહેલાં તે હું મારો અંજામ પામી ગયો.

જજ્જ શું કહે છે તે પકડવા મેં બહુ મહેનત કરી. પરંતુ મારું મન બીજા જ વિચારે ચડી ગયું હતું. હું જજ્જની કાળી ટોપીનું ચિંતન કરતો હતો. સાળું હુંય બેવકૂફ હતો ને ! કે આટલા દિવસથી ફાંસી દેતા જજ્જની એ કાળી ટોપીને હૅટ જ માનતો હતો. મારું બેટું આ તો હૅટને બદલે કપડાનું એક કટકું જ નીકળ્યું !

*

મને જે ક્ષણે મોતની ફરમાશ થતી હતી તે ક્ષણે હું આવા વિચારો કરતો કરતો ઊભો હતો એ કંઈ ઓછું રમુજભર્યું કહેવાય ? મને તો એ મોટા માણસના આવા કઢંગા વેશની મશ્કરી કરવાનું મન થતું હતું.