પૃષ્ઠ:Veranman.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૧૧
 

સુધી તો મારૂં એમાં ધ્યાન જ નહોતું. પછી વળી અમારા વકીલની જોરદાર દલીલો પર મારા કાના મંડાયા ને આશાનું એકાદ કિરણ છુટ્યું.

આખરે ન્યાયમૂર્તિ અમારા તરફ ફર્યાં. અમારું નામ લીધું ને હું એકલક્ષ્ય બનું તે પહેલાં તો મેં મારા છુટકારાના શબ્દો સાંભળ્યા. એ શબ્દો–મને જીવતદાન દેનારા, મને જીવતી કબરમાંથી બહાર કાઢનારા એ શબ્દો એટલા તો ધીમાં, ઠંડા ને પ્રાણહીન રીતે બોલાયા કે એક મિનિટ સુધી તો હું બાઘો બનીને કશું જ સમજ્યા વગર બેસી રહ્યો.

*

કોઈએ આવાજ કર્યો. મને પોતાને જ બૂમ પાડી ઊઠવાનું મન થયું. પણ મારા ઊઘડેલા હોઠ પર શબ્દોચ્ચાર આવ્યો નહિ, ગળું રૂંધાઈ ગયું.

બહારના ઓરડામાં મને ને મારા સાથીને બાઝી પડી સ્વજનો મુબારકબાદી આપતા હતા, હું યંત્રવત હસતો હતો, અને આ વળી એક નવું સ્વપ્નું તો નથી ના, જાગીશ કે તરત જ ફાંસીખોલીના સળીઆ તો નજરે નહિ પડે ના, એ શંકાને દૂર કરવા મથતો હતો.

ના, ના, સ્વપ્ન ન હતું, હું ને મારો દોસ્ત મૂક્ત બન્યા હતા. અમે શેરીમાં ચાલ્યા જતા હતા. હું તે નીલ આકાશ સામે જ તાકી રહ્યો હતો: ને મારા મિત્રની આંખો ભરપૂર નદીની સામે ફાટી રહી હતી.

*