પૃષ્ઠ:Veranman.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
વેરાનમાં
 

લપાઈને બેઠેલો જોઈ વારંવાર વેદનાની આાહ ઉચ્ચારતો સાંભળી, મુકાદમને કુતૂહલથી પૂછે છે કે “આ ડોસો કોણ છે ? ”

“એને ન ઓળખ્યો સાહેબ !” મુકદમની જીભ સળકે છે : “એ તો પેલા ટોમ મુની. ૧૯૧૬ ની સાલમાં જેણે બોંબ ફોડીને સોળ જણની હત્યા કરી હતી તે જ માણસ. તેદુનો એ અહીં અમારી કને જ છે. ઘણા ઘણા લોકો કહે છે, કે એ બોંબ એણે ફેંક્યો જ નહોતો, છતાં એને તો અહીં જ રાખ્યો છે. થોડાક વર્ષોથી એને હોજરી ઉપર ચાંદા પડ્યાં છે. હમણાં હમણાં વધુ પીડાય છે. પણ ટોમ તો લોખંડી નર છે સાહેબ ! એને તમે ચાહે તેટલી સજા કરો ને ! ચું કે ચાં નહિ કરે.”

×

સ્વાધીન અમેરિકાના કેલીફોર્નીઆ સ્ટેટની સાન ક્વેન્ટીન જેલમાં છેલ્લાં વીસ વર્ષોથી જીવતો દફનાએલો આ ટોમ મુની: આજે બટાટાંની છાલ ઉખાડે છે; ઓરડાનાં ભૉતળીઆાં ધુએ છે: મરણની વેદના ભોગવે છે.

૧૯૧૬ના જુલાઈ મહિનામાં એ મુક્ત માનવ હતો. પાકો સમાજવાદી હતો; વિશ્વશાંતિનો હિમાયતી હતો. યુરોપમાં તે વેળા જાદવાસથળી જામી હતી. અમેરિકા દેશ દૂર ઊભો ઉભો એ જાદવાસ્થળીને નિરખતો હતો. છ હજાર માઈલ છેટે ચાલી રહેલી એ જાદવાસ્થળીમાં પોતાને પણ જોડાવું પડશે એ વાતનો ભણકાર અમેરિકાના કાન પર રોજે રોજ ગુંજતા હતા. યુદ્ધની તરસ અમેરિકાના હજારો લોકોને લાગી ગઈ હતી. કેલીફોર્નીઆનું તો નગરે નગર ને શહેરે શહેર યુદ્ધના