પૃષ્ઠ:Veranman.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
વેરાનમાં
 


“ચલો જંગમાં. ”

શણગારેલી ગાડીઓ ઉપર: બેઠી બેઠી રૂપાળી કુમારિકાઓ હાથ ઝુલાવતી હતી.

"શસ્ત્રો સજો. ચલો જંગમાં.”

પૂરા લડાયક તોરમાં નીકળેલું એ ઉન્મત્તોનું સરધસ આ બાળકોને અને આ સુંદરીઓને પોતાની વશીકરણ વિદ્યા માટે વાપરી રહ્યું હતું.

*

સરઘસે એક રાજમાર્ગ પર વાંક લીધો. એજ પલકે લોકોની મેદની પર એક કાળો ગોળો પડ્યો. ગોળો ફાટ્યો. સરઘસમાં ભંગાણ પડ્યું. નાનાં શિશુઓ ને સુંદરીઓ જમીન પર ગબડી પડ્યાં. હાહાકાર મચ્યો. એમ્બ્યુલન્સ ગાડીઓ આવી ત્યારે ત્યાં સોળ શબો પડ્યાં હતાં ને એક સો ઘાયલો લોહીલોહાણ હતા.

“મારનારને પકડો !” આખો દેશ પુકારી ઊઠ્યો. રોષની જવાલાઓ ભભૂકી.

પોલીસ ચોકસી કરતી હતી. ચોકસી વ્યર્થ જતી હતી. મારનાર ગૂમ થઈ ગયો હતો.

“ગુનેગારને જલદી પકડો, જલદી નશ્યત કરો !” દેશમાં શોર જાગ્યો.

એક અઠવાડિયા સુધી પોલીસે રજે રજ તપાસ કરી. ગુનેગાર ન જડ્યો.

છાપાંઓએ મથાળાં બાંધ્યાં: પકડો આપણા પાડોશી સમાજવાદીઓને. એ જ, એ રાતા વાવટાવાળાઓ જ