પૃષ્ઠ:Veranman.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાકારનું વેર
૧૨૫
 


“મારી પ્યારી જોન ! વ્હાલસોયી એન્તોને ! આપણને રાજકુળ જોડે પિછાન થશે. આપણે ધન્ય બનીશું. સુખી થઈશું." શિલ્પીના એવા સુખોદ્ગારની વચ્ચે એક પડછાયો પડ્યો. ને બોલ સંભળાયા. “બહુ થયું. આ ગાંડપણ !”

×

એ હતો કલાકારનો મુડીદાર ભાગીઓ. વિલંબ એને પોસાતો નહોતો. કલાકારની ટાઢી ટાઢી પ્રગતિ એને અસહ્ય હતી. પૂતળાંને છેલ્લી છેલ્લી કોણ જાણે કેટલીયે રેખાઓ આપવાનું હજુ કલાકારને બાકી હતું. કલાકાર એ મુડીપતિની સામે કરગરતે મોંયે થોડી વધુ મુદત યાચતો હતો.

પણ મુડીપતિની નજર મેલી બની હતી. એના હાથમાં એક કાગળ હતો. 'મારાં નાણાં ઊભાં કરી લેવાનો ઈલાજ, જો, આમાં છે.'

એ હતો. આગના વીમાનો કાગળ. નિહાળતાં જ કલાકારને ફાળ પડી. મુડીપતિનો ગુપ્ત આશય એ સમજ્યો. બોલી ઊઠ્યો:

“નહિ નહિ, અરે પાગલ ! એવું ન કરતો. તારે પગે પડુ છું."

ત્યાં તો મુડીદારે એક પસ્તીનું પતાકડું સળગાવ્યું. ને કલાકાર એને રોકે તે પહેલાં તો કુમારી જ્હોનના ચણીઆ ઉપર ભડકો લાગ્યો. આાગમાં ઓગળતી એ એક પછી એક પૂતળીઓનાં માથાં ખડતાં હતાં. ચીસો પાડતો શિલ્પી એ દરેકને ઓલવવા ધસતો હતો. મૂડીદાર એને બાથ બાથાં ધકેલી બારણાં તરફ લઈ જતો હતો.

×