પૃષ્ઠ:Veranman.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
વેરાનમાં
 

એને દાઝેલો, બેશુદ્ધ, જમીનદોસ્ત છોડી દઈને મુડીદાર બહાર નીકળ્યો. રખે કલાકાર કોઈને મદદે બોલાવી શકે તે સારુ બહારથી બારણું બંધ કર્યું. ચાલ્યો ગયો–વીમાનાં નાણાં લેવા...

ને એ બાર વર્ષની સરજેલી કલા–સંતતિના ભસ્મઢગમાંથી કુલાકાર પણ આખરે ઊઠ્યો–જીવતો!--હા, જીવતો, પણ પ્રેતદેહે: હાથનાં સળગી ગયેલ આાંગળાં ફરીથી મીણનો પીંડ પકડી શકશે નહિ. ચહેરા ઉપર અગ્નિની જીભોએ માનવતાને ચાટી લઈ મૃત્યુની કદરૂપતા મઢી દીધેલી.

×

એ ચાલ્યો: પોતાનાં બાલબચ્ચાંને જીવતાં બાળી મૂકનાર મુડીપતિની પાસે શરણ માગવા. એને અપમાન મળ્યું, ધક્કો મળ્યો. શેઠના ઘરમાંથી શિલ્પી ગલીની પગથી પર પટકાયો. એનું હૃદય કિનાને પથે પળ્યું. પોતાના કલા–કુલનોને નરમેધ કરનાર આ એક માલેતુજારની મૂર્તિમાં એણે આખા સમાજને ઊભેલો નિહાળ્યો.

મારાં મુએલાં બચ્ચાંને હું આ દુનિયાની પાસેથી જ પાછાં લઈશ: આવા નિશ્ચય સાથે એણે સમુદ્રને પાર એક વિદેશની વાટ પકડી.

×

પોતાના ભયાનક ચહેરા ઉપર એણે મીણ ચાંદી દઈ અસલ હતી તેવી હૂબહૂ શકલ બનાવી લીધી છે. દાઝી ગયેલા હાથ હવે મીણની કરામત કરી શકે તેમ નહોતા. ને સળગેલાં બચ્ચાંને, એકોએકને સજીવન કર્યે જ જંપ વળવાનો હતો. જગતે જેને ભરખેલાં છે તે જગતે જ પાછાં આપવાં રહ્યાં એવો એનો નિરધાર હતો.

×

થોડાએક મહિના પછી—