પૃષ્ઠ:Veranman.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાકારનું વેર
૧૨૯
 

મીણની પૂતળીઓના સંગ્રહાલયનો ભેદ: Mystery of The Wax Museum: એ એક દિલવલોવણ ચિત્રપટ છે. એના પ્રત્યેક ખેલને અંતે આવી લાખો કરોડો તાળીઓ પડી ગઈ હશે. શા માટે આ તાલીનાદ ! શા આનંદે ! કયા ઉદ્ધારને કારણે ? ડીટેક્ટીવ 'સ્ટંટ’નો આહાર કરી કરી વિકૃત બનેલી લોકદૃષ્ટિ આટલા મોટા ધ્વંસની પાછળ ઊભેલી એ કલાકારની કરુણતા ક્યાંથી જોઈ શકે ? બસ, કલાકારે જે દારૂણુ નરમેધ રચ્યો હતો તે પકડાયો: શાબાસ છુપી પોલીસને......

×

પણ કલાકારની માનસસૃષ્ટિને આટલી વિકૃત બનાવનાર પેલા શિલ્પમેધને શો હિસાબ ચૂકવ્યો સમાજે ? એના બચ્ચાંને જેણે જીવતાં બાળ્યાં, એના જીવતે દેહને જેણે પિશાચી સ્વરૂપ પહેરાવ્યું, તે ધનલોભને કઈ છુપી પોલીસે હાથ કર્યો ?

કો' અદ્દભુત કલાવિધાનીએ જનતાનાં અંતરનાં ઊંડાણો વલોવવા માટે આલેખેલું આ ચિત્રપટ આખરે તો ડીટેક્ટીવ ખાતાની ફતેહ ગણાઈને લોકોના ભ્રમિત હર્ષનાદને હવાલે થયું !