પૃષ્ઠ:Veranman.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્નીના પ્રણયસુખને ખાતર
૧૩૧
 

-પ્રાણભેર ચાહતો છતાં–પ્રેમવિહોણી, રસવિહોણી, અન્યને તલસતી–નિહાળીને પછી એના સાચા પ્રણયીનું મિલન કરાવે છે. કંટાળીને કૃષ્ણાર્પણ કરનારો અથવા પોતાને કોઈ નવા પ્રણયની પ્રાપ્તિ થતાં નિજ પત્નીને 'તું હરકોઈની જોડે પરણી શકે છે’ એવી જાતની તિલાંજલિ દેનારો આમાંનો એક પણ નથી. એ પ્રત્યેકે તો ઈર્ષ્યાની આગમાં જલી જલી, પોતાના લગ્નજીવનના ધ્વંસની દારુણ કલ્પના કરી કરી, લોહીલોહાણ હૈયે બલિદાનો દીધાં છે.

×

આ પ્રત્યેક કથાનાં પરિણામો પણ તપાસવા જેવાં છે. ઇબ્સનની જલદેવી એક બીજવરને પરણી છે: દાક્તર પતિના અનોધા પ્રેમસુખની વચ્ચે પણ એને લગ્ન પૂર્વે એક વાર ભેટી ગયેલો વિદેશી પ્રણયી યાદ આવે છે. એ પૂર્વપ્રણયનું ખેંચાણ જલદેવીની સ્વસ્થતાને હરી લે છે. પતિની જોડેનો પત્ની સંબંધ એણે ત્યજી દીધો છે. એક દિવસ પેલો વિદેશી પોતાની આ પ્રેમિકાને લઈ જવા આવી ઊભો રહે છે : છેવટ સુધી દલીલો, કાલાવાલા અને ધાકધમકીનો ઉપયોગ કરતો દાક્તર પતિ આખરે કહે છે કે “તને હું મુકત મનથી મારી લગ્નગ્રંથિમાંથી છૂટી કરું છું, સુખેથી જા, સુખી થા !"– ને કોણ જાણે પણ આટલી ભવ્ય ઉદારતા એ ભાગેડુ પત્નીના હૃદયમાં નવો પલટો લાવે છે. વિદેશીને શૂન્ય હાથની વિદાય દઈને જલદેવી, પૂર્ણ પ્રેમભરી, દાક્તર પતિના જીવનમાં સમાય છે.

×

મોંપાસાએ તો ગરીબ અને નિરક્ષર ખારવા−જીવનની