પૃષ્ઠ:Veranman.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્નીના પ્રણયસુખને ખાતર
૧૩૩
 

ભા ! તું પાછો આવી પુગ્યો, હેં ? આવ્યો. ખરો ! તું હીમખીમ આવી પુગ્યો, ખરું ભાઈ !”.વગેરે વગેરે એ ટૂંકામાં ટૂંકા શબ્દ–ચિત્રમાં મોંપાસાની લેખનકલા શી શી હૃદયોર્મિઓ મૂકે છે ! પ્રેમજીવનની ફિલસુફીનો કેવો સંવેદનમય તલસ્પર્શ કરે છે !

એ તાડીના ગંધારા પીણા ઉપર, સમાજની ગટરોમાં વાસ કરનાર બે માછીમારોને બેસારીને મોંપાસા એના મોંના મેળ વગરના પશુશબ્દોમાંથી કેવો ઉદાર ધ્વનિ ખેંચે છે ! ટૂંકી વાર્તાના પ્રત્યેક પ્રેમીએ કંઠસ્થ કરવા જેવી એ કથા છે. એ તાડીની બદબો મારતા ત્રુટક શબ્દોમાંથી એક જ ઝંકાર આપણને સંભળાય છે કે યજમાન ખલાસી પોતાના અતિથિને ઘર તેમ જ ઓરત બન્નેની ઉદાર સોંપણી કરી દેશે.

*

અપ્ટન સીંકલેરનો તો એ જીવતો જાગતો જીવન પ્રસંગ બની ગયો છે. એમનું તો સમાનધર્મીં સ્નેહલગ્ન હતું: પરણ્યાં દસેક વર્ષો વહી ગયેલાં: એક બાલક પણ થયેલું: લેખકના ધંધામાં રોટલી રળવાનો જીવલેણ સંગ્રામ ખેલતા સીંકલેરે પોતાની પત્નીને કોઈ રમ્ય પ્રકૃતિસ્થાનમાં રાખી હતી. પત્નીને ત્યાંનાં સમૃદ્ધિવંત સહવાસી લોકોની વચ્ચે જીવનના સુંવાળા કોડ જાગ્યા; પુસ્તકોમાં રચ્યોપચ્યો, વેદીઓ, નગરવાસી સ્વામી સહેજ અણગમતો થયો, ને પોતાની કોમળ સંભાળ લેનારા એક પાડોશી જુવાનનો નેહ લાગ્યો. નગરમાંથી ફક્ત રવિવાર ગુજારવા આવતા પતિની પાસે એક રવિવારે પત્નીએ આ વાતનો