પૃષ્ઠ:Veranman.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
વેરાનમાં
 

એકરાર કર્યો. સીંકલેરના જીવનનું બધું રક્ત જ જાણે શોષાઈ ગયું. જેને આધારે પોતે જીવતો હતો તે દંપતી–સ્નેહની જ વરાળ બની ઊડી ગઈ.

પછી એણે ઉશ્કેરાટને શાંતિમાં શમાવ્યો. ભાવી જીવનની સુનકાર મરુ–ભોમને પૂરેપૂરી કલ્પનામાં ઠેરવી. પત્નીના પ્રેમિકાને કાગળ લખ્યો, પત્નીની ઈજ્જતને કશી હાનિ ન પહોંચે તે સારુ પોતે પોતાના જ શિર પર પત્ની પ્રત્યેની બેવફાઈનું તહોમત ઓઢી લઈને અદાલતમાં છુટાછેડા મેળવવાની તૈયારી કરી: પરંતુ પત્નીનો પ્રેમિક એક પાદરીની નોકરી પર હતો. પ્રેયસીને પત્ની બનાવવાની એની હામ ચાલી નહિ. એ દેશ છોડીને નાસી ગયો.

અને સીંકલેરે અટ્ટહાસ કરી ઉદ્ગારો કાઢ્યા : 'બાયલો ! નામર્દ ! નાસી ગયો. જવાબદારી નહોતી જોઈતી. મોજ જ જોઈતી હતી !–નાસી ગયો ! ભીરૂ! નાસી ગયો !’