પૃષ્ઠ:Veranman.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


દરિયાપારનાં દૈનિકો સાપ્તાહિકોનો ઢગબંધ કૂચો અહીં એકઠો થતો તેની અંદર દૈનિકના ખ૫જોગું સનસનાટીભર્યું ચરોમાંચક બધું ઉઠાવાઈ ગયા પછી મારે ભાગે જે વધતું તેમાંથી 'મારા પુત્રની ઈજ્જત' 'ચોપડીઓનો ચોર' 'જીવતો દફનાએલો' 'મૃત્યુની અંધારગલી' અને 'નવને વળાવ્યા' જેવાં વાર્તાચિત્રો આલેખવાનું મને ગમતું.

બીજા અનેક ચિત્રો આમાં 'કલમ કિતાબ'ના પાનાંએ આપ્યાં છે. એ પાનાંને સાહિત્યના ચાલુ ચીલામાં ચલાવી કેવળ પુસ્તકોના અવલોકનોથી જ ભરવાની મારી યોજના નહોતી. સાહિત્યના સાંકડા સીમાડાને ભેદી પુસ્તકોના કરતાં એ પુસ્તકોની પાછળ રહેલાં લેખક-જીવનનાં નિગૂઢ બળોને મારે બહાર આાણવાં હતાં, એટલે જ એમાં 'માનવપ્રેમી સાહિત્યકાર' 'પત્નીના પ્રણયસુખને ખાતર' ' તમારી પત્નીઓ લખે તો' 'વડવાંગડું' 'વીણાને નહિ વેચું' વગેરે જીવન-રહસ્યો દોરાયાં હતાં.

ચિત્રપટો-કોઈ કોઈ વાર જોવા મળતાં. (ચિત્રપટો જ જોયા કરવાની લતે ચડ્યો હતો. એ પણ એક ગપ્પ જ હતી.) ને એ હું મારી વિશિષ્ટ દૃષ્ટિથી જોતો. કઈ એ દષ્ટિ?- 'કલાકારનું વેર’ વાંચનારને જણાઈ આવશે. એવાં તે કેટલાંય વિવેચનો જન્મી શકે તેવી રહસ્યાવસ્થાઓ અમુક અમુક ચિત્રપઓમાં પડી હોય છે. મેં એ રહસ્યમંથનને મારા સાહિત્યનું એક પ્રિય અંગ માન્યું હતું, ને તેથી જ 'પ્રતિમાઓ' 'પલકારા’નાં જીવન-ધબકતાં ચિત્રો મેં દારેલાં.