પૃષ્ઠ:Veranman.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
વેરાનમાં
 

જેવો બન્યો હતો. કોઈ કોઈ વાર એ હદ પણ વટાવી જઈ દિવસોના દિવસો સુધી એ ગાંડો રહેતો.

×

પત્ની એક પ્રસંગ ટાંકે છે: હું પથારીવશ હતી. ધરની દાસી પણ માંદી પડીને દવાખાને ગઈ હતી. મહાન સાહિત્યકાર પત્નીને પડતી મૂકી આ દાસીને મળવા ગયા. તમે કોણ છો ? દર્દીનું નામ શું છે ? એ પ્રશ્નોના જવાબ આપવાની એણે સાફ ના પાડી. છોકરીને મળ્યા વિના જ ભાઈ સાહેબ ધુવાંફુંવાં થતા ઘેર આવ્યા. છોકરી મરી ગઈ, કોનરેડ મેડી ઉપરના પોતાના ખંડમાં જઈ વીસ દિવસ સુધી પથારીમાં પડ્યો રહ્યો; ને ત્યાંથી મને કાગળ લખે–“ઓ વહાલી ! તારાં દર્શન માટે હું ઝૂરૂં છું.”

×

કોઈને લાગે કે એ કેટલા જોજન દૂર પડ્યા હશે ! ખરી રીતે એ હતા તો એ જ મકાનમાં: મારાથી એક જ માળ ઊંચે. હું તો એના લાડ જાણતી હતી એટલે ન જ ગઈ.

×

પત્નીનાં બેઉ ઘુંટણ ઉપરના હાડકાં ભાંગેલાં. વળતા દિવસે જ ઓપરેશન કરાવવાનું ઠરે છે. ને બીજી બાજુ આ ભાઈસાહેબ કહ્યા કારવ્યા વિના તે જ રાતે ત્રીસ નામાંકિત મહેમાનોને વાળું માટે નિમંત્રી લાવે છે !

×