પૃષ્ઠ:Veranman.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
 


ખંડેરો અને ખાંભીઓની ઇતિહાસ-ચાવીઓ જે કંઈપણ જીવતી રહી છે તે લોકવાણીના કંઠોપકંઠ સચવાયે આવતા ખજાનામાં જ રક્ષાયેલી છે. એકલા મુંગા પથ્થરો જવાબ નહિ આપે. શોધક, તારે સંસ્કૃતિના સાચાં વહેન પકડવાં હોય તો લોકોના કંઠમાં જઈને ગોતજે.

સોરઠી ઇતિહાસનાં સબળ રહસ્યો તો ઘણાં ઘણાં છે. પણ આજના યુગને કાને ફૂંકવાનો એક મહાન ધ્વનિ હું તો સોરઠી ખંડેરોમાંથી આ સાંભળું છું; વિચારના ઔદાર્યનો; આચારની જડો ભેદતી નવદૃષ્ટિનો ભાતભાતનાં જતિ મિશ્રણોમાંથી જન્મેલા બહુરંગી સંસ્કાર-ફૂલોનો.

+

જુનાગઢના રા'માંડલિકને પોતાના ખપ્પરમાં પધરાવનારી મોણીઆ ગામની ચારણી નાગબાઈ જાણીતી છે. રા’ને એણે રોળવ્યો, કે શું થયું, એ વાત જવા દઈએ. પણ