પૃષ્ઠ:Veranman.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
૧૪૩
 

આજ પણ બેઠાં છે. મૃત્યુલોકનાં માનવીઓ જેનાં શીલને આદર્શપદે સ્થાપે છે તેને જ દેવદેવીનું પદ આપે છે.

×

કાઠી, કોટીલા, ખસીઆ, વાઘેર, ગોહીલ, કોળી, એવી એવી અનેક સોરેઠી કોમોનો ઉદ્ભવ 'વટાળ’માંથી, એટલે કે આાંતર્લગ્નોથી થયો છે એ વાત મુગ્ધ હૃદયે આ લેખના લેખકે વારંવાર લખી છે. અને અણથાકી જીભે કહી છે. વાળાવળોચ નામે ઢાંકનો રજપૂત રાજવી–સૂર્યપુત્ર શીલાદિત્યની વંશવેલ્યે જન્મેલ ગણાતો. આ વાળો વળોચ એ પરદેશી અને અનાર્ય લેખાતી પટગર શાખની કાઠી કન્યાને પરણ્યો.

અમરો પટગર સિંધના રાજાના કોપનો ભોગ બની ભાગ્યો હતો. કુટુંબકબીલો લઈને ઢાંક ઊતર્યો. વાળા રાજનું શરણ માગ્યું. વાળો વળોચ કહે કે તારી પુત્રી મને પરણાવીશ ? રીતસર પાણિગ્રહણ કરું. ને પછી લોહીને નાતે તારી ભેર કરું. પટગર કાઠી શર્ત મૂકે છે કે પરણવું હોય તે અમ ભેળો ભાણે જમવા બેસ. વાળા વળોચે કાઠી ભેગા રોટલા ખાધા, વળોચના ભાઈઓથી આ ન સહેવાયું. તેમણે ભાઈને જાતિભ્રષ્ટ કર્યો, રાજભ્રષ્ટ કર્યો. દુશ્મન લેખે કાઢ્યો.

આ એક આંતરર્લગ્નમાંથી આખી કાઠી જાતિ ઊભી થઈ.

એક ઇતિહાસલેખક શંકા કરે છે. ખાચર ખુમાણ અને વાળાની આખી માનવસંખ્યા ધ્યાનમાં લેતાં એટલાં બધાં માણસો એક જ લગ્નમાંથી નીપજે જ નહિ. એનો ખુલાસો