પૃષ્ઠ:Veranman.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
વેરાનમાં
 


અને કાયસ્થોના રોકેલા ભાલાળા ભીલોએ વાલ્યમો પર હુમલો કરી અનેકને સંહારી નાખ્યા, બચ્યા તેટલા વાલ્યમો સદાને માટે વળા છોડી ગયા.

સાત સૈકા પહેલાનાં સમયમાં બ્રાહ્મણી સત્તાના અનર્થ સામે હામ ભીડનાર રાજા એભલનો નામધ્વનિ સોરઠી તવારીખમાંથી ઊઠ્યા કરે છે અને બૌદ્ધોના એ પ્રાચીન વિહારનો સંથાગાર, એભલના નામ સાથે જોડાઈને 'એભલ-મંડપ’ નામથી ઓળખાય, તેમાં ગર્ભિત ભાવે એભલના એ મહાકાર્યનું લોકોએ કરેલું સ્મારક શોભી રહ્યું છે.

સોરઠી તવારીખનાં પાનામાં પડેલી આવી આવી ઘટનાએ વધુ સજીવ સ્વરૂપ માગે છે. આપણા ઈતિહાસનાં તારતમ્યોનું તારણ આપણે જે અનેક દૃષ્ટિએ કરવાનું છે તેમાં આ પણ એક દૃષ્ટિ છે.

+