પૃષ્ઠ:Veranman.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ત્રણ જીવતા ગડૂદિયા"
૧૫૫
 


લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ નામે જાણીતા થયેલા બે જાપાની દૈત્યોના સત્તાવિસ્તારને માટે.

મરેલા ત્રણેના આખરી મનોભાવ, કોણ જાણે, કયા હશે.

પણ આ સ્મારકો, સમાધિ-મંદિરો, કીર્તિસ્થંભો, ને ધન્યવાદોમાંથી કેવી એક કરૂણતા વિલાપ કરે છે.

મહત્ત્વાકાંક્ષા ! જમાને જમાને તને આવી ભક્તિ સાંપડી છે. નવીન એમાં શું છે ?